Sunday, 18 June 2017

ગઈ કાલે રવિવારની રજા હતી અને તેમાં પણ ભારતની ક્રિકેટ ટીમ અને તેની કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમ વચ્ચેની ફાઇનલ મેચ.પૂરા ભારત દેશમાં ક્રિકેટનાં મહા યુદ્ધનો માહોલ... મેચના કારણે અમદાવાદના રસ્તાઓ પર જાણે કર્ફ્યુ લાગ્યો હોય એવી સ્થિતિ હતી. ખાસ કઈ કામ નહિ હોવાના કારણે ગઈ કાલે વાળ કપાવવા ગયો, પહેલીવાર સલૂનમાં ભીડ નો'તી. સલૂનના કારીગરો પણ મેચ જોવામાં વ્યસ્ત અને મસ્ત હતા. માંડ ૨-૪ ઘરાક જ એ પણ વાળ કપાવવા સાથે મેચ જોવામાં મશગુલ. પાકિસ્તાનની બેટિંગ ચાલતી હતી, બધાનું ધ્યાન એના પર જ હતું. સલૂનમાં એક તરફની દીવાલ પર સૂચના લખેલી હતી કે "કોઈ એ અપશબ્દનો પ્રયોગ કરવો નહીં" પરંતુ ન જાણે કેમ ગઈ કાલે સલૂનના માલિક થી પણ પાકિસ્તાની ખેલાડી દ્વારા ફોર કે સિક્સ મારતા જ મીઠા વચનો બોલાઈ જતા હતા!

મેચમાં કઈ ખાસ રસ ન હોવાના કારણે અમે મિત્રો એ ફિલ્મ જોવાનો પ્લાન કર્યો, કાલુપુર જેવા વિસ્તારમાં જ્યાં હંમેશા રસ્તો ભર-ચક જ મળે ત્યાં પણ સન્નાટો. કાલુપુર પોલીસ ચોકીમાં નજર કરી તો બધા પોલીસ મિત્રો પણ મેચ જોવામાં તલ્લીન થયેલા દેખાયા. રવિવારનો દિવસ હોવા છતાં રાત્રે કોઈ રેસ્ટોરન્ટમાં ભીડ ન હતી. અમે વસ્ત્રાપુરમાં આવેલા U S pizza માં જમવા ગયા. ત્યાં પણ જન્મદિવસની પાર્ટીના મેહમાનો સિવાય અમે જ તેમના કસ્ટમર હતા, એટલે સર્વિસમાં પણ વિશેષ લાભ મળ્યો.

ફિલ્મ જોતા સમયે બાપુનગરના હરદાસનગર વિસ્તારમાં રહેતા એક મિત્રનો ફોન આવ્યો. હરદાસ નગર કે જે હિન્દુ-મુસ્લિમ બંને વસ્તીઓથી મિશ્ર વિસ્તાર છે. ઘણા દાયકાઓથી આ વિસ્તાર સંવેદનશીલ રહ્યો છે, કોમી રમખાણો સમયે જાણે આ વિસ્તાર સરહદ બની જતો હોય! ભારતની ક્રિકેટ ટીમ મેચ હાર્યા બાદ એ મિત્ર દ્વારા ત્યાં થતી ઉજવણીનો અવાજ ( કે ઘોંઘાટ)  ને ચાલુ ફોન પર સંભળાવવામાં આવ્યો ત્યારે શરીર માં રહેલું લોહી ઉકળી ઉઠયું.

વાત જો ખાલી ઉજવણી પૂરતી સમજીને ભૂલી જઈએ તે યોગ્ય નહીં કહેવાય, વાત મુસ્લિમ સમાજ ની માનસિકતાને સમજવા માટે પાયા રૂપ છે. ભારતીય મુસ્લિમોમાં ઘણો ખરો વર્ગ એવો છે જે ભારતના સમર્થન અને ઇસ્લામિક રાષ્ટ્રોનાં સમર્થન વચ્ચે ચયન કરવાની વાત આવે તો ઇસ્લામિક રાષ્ટ્રોનું સમર્થન પહેલા કરે. જેમના માટે રાષ્ટ્ર પછી અને એમનો ધર્મ પહેલા છે. અને એના કારણે જ તો જે સમયે આપણે અંગ્રેજોના ગુલામ હતા, તે સમયે તુર્કિસ્તાન માં  થયેલા ખિલાફત આંદોલન કે જેમાં ભારતના મુસ્લિમોને ખાસ લાગતું વળગતું નહીં હોવા છતાં પણ તેના સમર્થન માં ભારતમાં આંદોલન થયું.

ભારતની ક્રિકેટમાં હારની ઉજવણી કરવી, બીજા દેશના સમર્થનમાં ઝંડાઓ ફરકાવવા, ભારત વિરુદ્ધના સૂત્રોચાર કરવા, ભારતીય સૈન્યના જવાનો પર પથ્થરમારો કરવો, આંતંકવાદીઓને છાવરવા તથા પોતાના ઘરમાં આશરો આપવો જેવી ઘટનાઓને જો આજે ગંભીરતાથી નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં તે આપણા દેશની આંતરિક સુરક્ષા માટે ખુબ જ કપરા દિવસો આવશે તેનો સ્પષ્ટ સંકેત આપે છે...

No comments:

Post a Comment